Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    newshunt
    newshunt

    ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શુક્રવારે શેરબજાર રિકવર થતું જોવા મળ્યું:નિફટી ફ્યુચર 24240 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

    1 second ago

    2

    0

    ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારે ભારે ગેપ અપ ગેઇન સાથે પોતાનો કારોબાર પૂરો કર્યો.વૈશ્વિક ગઈકાલે માર્કેટ નેગેટિવ ઝોનમાં બંધ રહેતાં રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબ્યા હતા.જે આજે રિકવર થતાં જોવા મળ્યા છે. રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી હતી.અચાનક વધવા પાછળ ઘણા કારણો છે. જેમાં ચીનમાં ગ્રાહક ફુગાવો, અમેરિકામાં બેરોજગારી દરમાં ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે. સેન્સેક્સ 820 પોઈન્ટના ઉછાળા સાથે 79705 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 267 પોઈન્ટના ઉછાળા સાથે 24404 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 374 પોઈન્ટના ઉછાળા સાથે 50580 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. શેરબજારમાં આજે સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે, અમેરિકામાં જોબલેસ અર્થાત બેરોજગારીના આંકડા અપેક્ષા કરતાં ઓછો ઘટાડો નોંધાતાં સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યા છે. ડાઉ જોન્સ 683 પોઈન્ટ અને નાસડેક 464 પોઈન્ટના ઉછાળા સાથે બાઉન્સ બેક થયા છે. જેના પગલે એશિયન બજારોમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું છે. આજના કારોબારમાં, નિફ્ટી પીએસયુ બેંક 1.92%ના વધારા સાથે 6994ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી રિયલ્ટી 1.55%ના વધારા સાથે 1022ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો 1.72%ના ઉછાળા સાથે 25347ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી આઈટી 1.55%ના ઉછાળા સાથે 39043ના સ્તર પર અને નિફ્ટી બેંક 0.65%ના ઉછાળા સાથે 50484 ના સ્તર પર બંધ થયો.શુક્રવારે તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીમાં બંધ થયા હતા. ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,લાર્સેન,રિલાયન્સ,ગોદરેજ પ્રોપટી,વિપ્રો,એચડીએફસી બેન્ક,ટાટા કોમ્યુનિકેશન,હેવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,ટીસીએસ,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,લ્યુપીન એક્સીસ બેન્ક, ઈન્ફોસીસ,જેએસડબ્લ્યુ સ્ટીલ,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી પોર્ટસ,ગ્લેનમાર્ક ફાર્મા,ભારતી ઐરટેલ,મહાનગર ગેસ,ટોરેન્ટ ફાર્મા જેવા શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં એસીસી,બાટા ઇન્ડિયા,ગોદરેજ કન્ઝ્યુમર,ઇપ્કા લેબ,ડાબર,ડીએલએફ,એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4006 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1579 અને વધનારની સંખ્યા 2330 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 05 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 03 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24404 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24240 પોઇન્ટના પ્રથમ અને 24180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24474 પોઇન્ટથી 24505 પોઇન્ટ, 24570 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24240 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50580 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50240 પોઇન્ટના પ્રથમ અને 50088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50676 પોઇન્ટથી 50808 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50240 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2774 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2727 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2700 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2808 થી રૂ.2818 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.2830 ઉપર તેજી તરફી ધ્યાન. કોટક મહિન્દ્રા બેન્ક ( 1778 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1730 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1717 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1808 થી રૂ.1820 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ગ્રાસીમ લીમીટેડ ( 2576 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ્સ પ્રોડક્ટ પ્રોડ્કટ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2606 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2544 થી રૂ.2525 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2620 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! સન ફાર્મા ( 1735 ):- રૂ.1770 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1788 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1707 થી રૂ.1690 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1800 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં મોટા કડાકા બાદ વૈશ્વિક શેરબજારના સથવારે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે.ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા બતાવી,ત્યારે ઈરાન,લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે.પહેલા જ મોંઘવારી અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદ વૃદ્વિનો સામનો કરી રહેલા અમેરિકા, યુરોપના દેશોની સ્થિતિ ઈઝરાયેલ-ઈરાન મામલે વિશ્વ પર યુદ્વ થોપાવાના સંજોગોમાં વધુ કઠિન બનવાની શકયતા છે. અલબત બીજી તરફ યુદ્વનું આ પરિબળ વધુ વકરવાના સંજોગો સિવાય એડવાન્ટેજ ભારત બની રહી વિદેશી ફંડોનો રોકાણ પ્રવાહ અત્યારે ઊંચુ વળતર અપાવતાં અને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીને જોઈ ભારતમાં આગામી દિવસોમાં ઠલવાય એવી શકયતા છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે. બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
    Click here to Read more
    Prev Article
    મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણમાં બુલેટ ગતિ:મ્યુચ્યુઅલ ફંડ્સની AUM 65 લાખ કરોડ પહોંચી, એસઆઇપી દ્વારા 23332 કરોડનું રેકોર્ડ માસિક રોકાણ
    Next Article
    સેન્સેક્સ 819 પોઈન્ટના ઉછાળા સાથે 79,705 પર બંધ:નિફ્ટીમાં પણ 250 પોઈન્ટની તેજી, ઓલા ઈલેક્ટ્રીક 20%ની અપર સર્કિટ પર બંધ

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment