Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    newshunt
    newshunt

    ચિંતાજનક:દેશમાં 5 વર્ષમાં મ્યૂલ એકાઉન્ટ્સને કારણે ફાઇનાન્સિયલ ફ્રોડના કેસ 11 ગણા વધ્યા

    1 second ago

    2

    0

    દેશમાં મ્યૂલ એકાઉન્ટ મારફતે ફાઇનાન્સિયલ ફ્રોડના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. તેને કારણે 5 વર્ષમાં ફાઇનાન્સિયલ ફ્રોડના કેસ 11 ગણા વધ્યા છે. જણાવી દઇએ કે મ્યૂલ એકાઉન્ટ એવા હોય છે, જેમાં ઠગ કોઇ વ્યક્તિને કમિશન અથવા અન્ય લાલચ આપીને તેમના ખાતામાં ગેરકાયદે રકમ અથવા હવાલાથી પૈસા મંગાવે છે અને પછી આ પૈસાને બીજા ખાતામાં અથવા રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવે છે. સરકાર દ્વારા અપાયેલી જાણકારી અનુસાર સાઇબર ફ્રૉડના કેસની સંખ્યા નાણાવર્ષ 2019-20માં 2,677 હતા, જે 2023-24માં 11 ગણા વધીને 29,082 થયા છે. આ દરમિયાન ઑનલાઇન ફ્રોડની રકમમાં પણ વધારો થયો છે. ફાઇનાન્સિયલ ફ્રોડની રકમ રૂ.129 કરોડથી વધીને રૂ.1,457 કરોડ સુધી પહોંચી છે. ઑનલાઇન ફ્રૉડ કરનારાની વધતી ચાલાકી તેમજ ફાઇનાન્સિયલ સિસ્ટમની અંદર જોવા મળેલી નબળાઇને ઉજાગર કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અનેકવાર ગુનેગારો દ્વારા ગેરકાયદે રીતે પ્રાપ્ત કરેલી રકમને અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મની મ્યૂલની ભરતી કરાય છે. જમતાડા અને મહાબળેશ્વર સિવાય દેશના દક્ષિણ ભાગમાં પણ કેટલાક હૉટ સ્પોટની ઓળખ કરાઇ છે. એક અધિકારી અનુસાર ફાઇનાન્સિયલ ફ્રોડમાં પૈસાને સરળતાથી ટ્રાન્સફરની પાછળ મ્યૂલ એકાઉન્ટ્સ મુખ્ય કારણ હોય છે. દેશભરમાં સાયબર ગુનેગારો દ્વારા તેનો સરળતાથી ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર પણ સક્રિય RBIએ મ્યૂલ એકાઉન્ટ્સ અને ડિજિટલ ફ્રોડને રોકવા માટે ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર (આઇ4સી) અને અનેક અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. સાયબર ક્રાઇમના મુદ્દાની ગંભીરતાને એ વાત પરથી સમજી શકાય છે કે આઇ4સીને ગૃહ મંત્રાલય અંતર્ગત એક ઑફિસના રૂપમાં પ્રમોટ કરાઇ છે. તેનાથી તેમને પોતાના કામકાજમાં વધુ સ્વતંત્રતા અને સંસાધન મળ્યા છે. શું છે મ્યૂલ એકાઉન્ટ? મ્યૂલ એકાઉન્ટ્સ એવા બેન્ક એકાઉન્ટ્સ હોય છે જે ગેરકાયદે પ્રવૃત્તિ મારફતે ફંડ્સ મેળવવા અને ટ્રાન્સફર કરીને ગેરકાયદે ટ્રાન્ઝેક્શન્સની સુવિધા આપે છે. ભારતમાં, આ પ્રકારના ખાતાઓ ફીના બદલામાં કેટલીક વ્યક્તિઓ દ્વારા ખોલવામાં આવે છે.
    Click here to Read more
    Prev Article
    ઘર બેઠા આધારમાં તમારું સરનામું અપડેટ કરો:આ માટે 50 રૂપિયા ચાર્જ થશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
    Next Article
    મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણમાં બુલેટ ગતિ:મ્યુચ્યુઅલ ફંડ્સની AUM 65 લાખ કરોડ પહોંચી, એસઆઇપી દ્વારા 23332 કરોડનું રેકોર્ડ માસિક રોકાણ

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment