Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    newshunt
    newshunt

    સરકારે જાણકારી આપી:બેન્કોએ છેલ્લાં 5 વર્ષમાં 9.90 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી

    1 second ago

    2

    0

    ભારતની બેન્કોએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં 9.90 લાખ કરોડની રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી દીધી છે. મંગળવારે સંસદને આ જાણકારી આપવામાં આવી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાને એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બેન્કો દ્વારા 1.70 લાખ કરોડની લોન રાઇટ-ઓફ કરવામાં આવી, જ્યારે તેના અગાઉન વર્ષમાં આ રકમ 2.08 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સૌથી વધુ 2.34 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરાઈ, જે આગામી વર્ષે ઘટીને 2.02 લાખ કરોડ થઈ ગઈ. નાણાકીય વર્ષે 2021-22માં 1.74 લાખ કરોડની લોન રાઇટ-ઓફ કરાઈ. રાઇટ-ઓફનો અર્થ લોન માફી નથી, રિકવરી ચાલુ છે કોંગ્રેસના સાંસદ રણદીપસિંહ સુરજેવાલા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, આરબીઆઇની ગાઇડલાઇન્સ મુજબ જે પોલિસી બેન્કોના બોર્ડે મંજૂર કરી છે તે મુજબ, નોન પરફોર્મિંગ અેસેટ (એનપીએ)ના ચાર વર્ષ બાદ ફુલ પ્રોવિઝનિંગ કરી બેન્કોથી બેલેન્સ શીટથી હટાવીને લોનને રાઇટ-ઓફ કરી દેવામાં આવે છે. તેઓએ જણાવ્યું કે, બેંક પોતાની બેલેન્સ શીટને ચોખ્ખી કરવા માટે લોનને રાઇટ-ઓફ કરે છે. પરંતુ લોન રાઇટ-ઓફનો અર્થ એ નથી કે લોન માફ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાઇટ-ઓફથી લોન લેનારને કોઈ લાભ નથી થતો. જે લોકોએ લોન લીધી છે તેમની પાસેથી લોન રિકવરીની પ્રક્રિયા ચાલુ રહે છે.
    Click here to Read more
    Prev Article
    બાંગ્લા ઇફેક્ટ:બાંગ્લાદેશમાં સંકટથી ભારતની નિકાસને અસર થશે, વાર્ષિક રૂ.1.18 લાખ કરોડનો ટ્રેડ અટકશે
    Next Article
    ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજારમાં બમ્પર ગેપ અપ ઓપનિંગ થયું:નિફટી ફ્યુચર 24004 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment