Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    newshunt
    newshunt

    સકારાત્મક ટ્રેન્ડ:માર્કેટમાં FPIનો મજબૂત પ્રવાહ ઓગસ્ટ સુધી $9.7 અબજનું રોકાણ

    1 second ago

    4

    0

    RBI ગવર્નર શક્તિકાંત દાસે વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં સકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો હોવાનું નોંધ્યું હતું. જૂન 2024થી સ્થાનિક માર્કેટમાં $9.7 અબજના રોકાણનો પ્રવાહ નોંધાયો હતો. જૂન 2024થી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો મુખ્ય ખરીદદાર રહ્યા હતા, જૂન-ઓગસ્ટ 2024 દરમિયાન FPI દ્વારા $9.7 અબજનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે અગાઉ એપ્રિલ-મે દરમિયાન $4.2 અબજની વેચવાલી નોંધાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે એપ્રિલ-મે 2024 દરમિયાન ગ્રોસ એફડીઆઇ 20%થી વધુ વધવાને કારણે વિદેશી રોકાણ 2024-25માં વધ્યું હતું. જ્યારે ચોખ્ખુ વિદેશી રોકાણ પણ ગત વર્ષની તુલનાએ બમણું રહ્યું હતું. એક્સટર્નલ કોમર્શિયલ બોરોઅિંગ એપ્રિલ જૂન 2024-25માં ઘટ્યું છે, જ્યારે ગત વર્ષની તુલનાએ એપ્રિલ-મે દરમિયાન NRI ડિપોઝિટ્સમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. દેશનું ફોરેક્સ રિઝર્વ પણ $675 અબજના સર્વાધિક સ્તરે પહોંચ્યું હતું. દેશની રાજકોષીય ખાધ પણ વર્ષ 2023-24માં જીડીપીના 0.7% પર પહોંચી હતી, જે વર્ષ 2022-23 દરમિયાન 2.0% હતી. દાસે વધુમાં ઉમેર્યું હતું કે ઓછી વેપાર ખાધ અને મજબૂત સર્વિસ સેક્ટર તેમજ રેમિટન્સ રિસિપ્ટ્સને કારણે દેશની રાજકોષીય ખાધ જીડીપીના 0.7% પર પહોંચી હતી. જે વર્ષ 2022-23 દરમિયાન જીડીપીના 2.0% હતી. નાણાવર્ષ 2024-25ના પહેલા ક્વાર્ટર દરમિયાન નિકાસ કરતાં આયાત વધુ રહેવાને કારણે વેપાર ખાધમાં પણ વધારો જોવા મળ્યો હતો. ચાલુ નાણાવર્ષ દરમિયાન CAD નિયંત્રણ હેઠળ રહેશે. નાણાવર્ષ 2024-25ના પહેલા ક્વાર્ટર દરમિયાન સેવા નિકાસમાં મજબૂતી તેમજ મજબૂત રેમિટન્સ રિસપ્ટ્સને કારણે CAD ટકાઉ સ્તરે નોંધાશે. નાના વ્યવસાયો સરળતાપૂર્વક પહોંચ વધારી શકશે TEAM યોજના MSME ક્ષેત્રની ડિજિટલ કામગીરી વધારીને અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની સુલભતા પ્રદાન કરીને મહત્વપૂર્ણ વેગ આપશે. ONDC સાથે સરળતાપૂર્વક સંકલન સ્થાપિત કરીને ઇઝી પે ખાતરી આપે છે કે, નાનાં વ્યવસાયો બજારમાં સરળતાપૂર્વક પહોંચ વધારી શકે. ઉપરાંત ઇઝી પેના અત્યાધુનિક સાધનો અને યુઝરને અનુકૂળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા વ્યવસાયોને તેમના ઉત્પાદનો અને સેવાઓ ઓનલાઇન રજૂ કરવાનું સરળ બનાવશે. બહોળા વર્ગ સુધી પહોંચાડે છે અને વેચાણની તકો વધારે છે.
    Click here to Read more
    Prev Article
    ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં 20%ની તેજી:76 રૂપિયા પર ફ્લેટ લિસ્ટિંગ થયા, ત્યાર પછી 91 રૂપિયાના સ્તરે ટ્રેડ થયા
    Next Article
    સેન્સેક્સ 581 પોઈન્ટ ઘટીને 78,886 પર બંધ થયો:નિફ્ટી પણ 180 પોઈન્ટ ઘટ્યો, આઈટી અને એનર્જી શેર વધુ ઘટ્યા

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment