Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    newshunt
    newshunt

    નવો અભિગમ:SBIએ દેશના ધનિકોને આકર્ષિત કરવા ટીમ બનાવી, દેશ-વિદેશની કંપનીઓ સામે હરીફાઇ માટે તૈયાર

    1 second ago

    2

    0

    દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ હવે દેશના ધનિકોને સૌથી વધુ સંખ્યામાં પોતાના ગ્રાહકો બનાવવા માટે પ્રયાસરત છે. એસબીઆઇએ અમીર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે 2,000 અધિકારીઓની એક ટીમ બનાવી છે. SBIના ચેરમેન દિનેશ ખારા અનુસાર બેન્કની વેલ્થ મેનેજમેન્ટ ટીમ હવે જૂની થઇ ચુકી છે અને હવે આ બિઝનેસની દેખરેખ માટે નવા અભિગમની જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને SBIએ રિલેશનશિપ મેનેજર્સના રૂપમાં 2,000 એક્ઝિક્યુટિવ્સ નિયુક્ત કર્યા છે. તે ઉપરાંત નાની કંપનીઓ સાથે સંબંધ બનાવવા પર ભાર મૂક્યો છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એક તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં 2023માં અંદાજે 50 લાખ કરોડ રૂપિયાની નવી નાણાકીય સંપત્તિ તૈયાર થઇ છે, જે એક ઐતિહાસિક વધારો છે. દેશમાં 22,500થી વધુ બેન્ક શાખા ધરાવતી SBI ભારતના વધતા વેલ્થ મેનેજમેન્ટમાં હિસ્સો વધારવા માટે દેશની તેમજ વિદેશની ફાઇનાન્સિયલ કંપનીઓ સાથે હરીફાઇ કરવા માટે તૈયાર છે. SBIએ HSBC હોલ્ડિંગ્સ પીએલસી અને બાર્કલેઝ પીએલસી જેવી વૈશ્વિક કંપનીઓ અને 360 વન ડબલ્યૂએમ લિમિટેડ જેવી સ્થાનિક દિગ્ગજ કંપનીઓ સામેની હરીફાઇનો સામનો કરવો પડશે, જે ધનિકોની સેવા માટે પોતાની સર્વિસ તેમજ ટીમનું પણ વિસ્તરણ કરી રહી છે. ICICI- એક્સિસ બેન્ક જેવી ખાનગી બેન્કોએ પણ દેશના વેલ્થ મેનેજમેન્ટમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ICICI બેન્ક પણ તેની બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસનો વિસ્તાર કરશે.
    Click here to Read more
    Prev Article
    સરકારે સુધારો કર્યો:હવે પ્રોપર્ટીના વેચાણ પર ઇન્ડેક્સેશનનો લાભ મેળવી શકાશે, જૂની સ્કીમ હેઠળ 20 ટકા LTCG ચૂકવી ફાયદો મેળવી શકાશે
    Next Article
    બાંગ્લા ઇફેક્ટ:બાંગ્લાદેશમાં સંકટથી ભારતની નિકાસને અસર થશે, વાર્ષિક રૂ.1.18 લાખ કરોડનો ટ્રેડ અટકશે

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment